રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું
આ મારો ખુલાસાઓથી ટેવાએલો ચેહરો
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું
એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું
ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો
આજે વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું
તારા લીધે લોકો હવે નિરખે છે મને પણ
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું
મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું
આ કેવી સિફતથી હું વગોવાઈ રહ્યો છું
કહેવું છે ઘણું “સૈફ” અને કહી નથી શકતો
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.
same nathi koi ane sharmai rahyo chhun
hun pote mane potane dekhai rahyo chhun
a maro khulasaothi tewayelo chehro
choop rahun chhun to lage chhe kasam khai rahyo chhun
ek war mein phulo samo dekhaw karyo’to
a eni asar chhe ke hun karmai rahyo chhun
gai kale amasta ja hun thoDunk hasyo’to
aje wichar awtan gabhrai rahyo chhun
tara lidhe loko hwe nirkhe chhe mane pan
kagal chhun hun koro ane wanchai rahyo chhun
mara wishe koi hwe charcha nathi karatun
a kewi siphatthi hun wagowai rahyo chhun
kahewun chhe ghanun “saiph” ane kahi nathi shakto
shabdoni chhe diwal ne daphnai rahyo chhun

સ્રોત
- પુસ્તક : હીંચકો (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : સૈફ પાલનપુરી
- પ્રકાશક : સુમન પ્રકાશન
- વર્ષ : 1986
- આવૃત્તિ : 2