sambhalje - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સંભાળજે

sambhalje

વારિજ લુહાર વારિજ લુહાર

માણસ નથી તું મ્યાન છે સંભાળજે,

તું પણ બધે દરમ્યાન છે સંભાળજે.

એકાદ-બે સિક્કા તારા હાથમાં,

ચારે તરફ દુકાન છે સંભાળજે.

તારું મન જાણ્યું નથી ક્યારેય તેં,

પણ હજી બે-ધ્યાન છે સંભાળજે.

મોં ફેરવી ચાલ્યા જવાની વાતમાં,

સૌથી સવાયું માન છે સંભાળજે.

ડૂબી જવા માટે તરતાં આપણે,

જળને એનું ભાન છે સંભાળજે.

રોકાઈ જા– રોકાઈ જા– કહેશે તને,

જ્યાં માત્ર તું મહેમાન છે સંભાળજે.

સ્રોત

  • પુસ્તક : જલરવ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : વારિજ લુહાર
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2021