sambhal mane! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંભળ મને!

sambhal mane!

હર્ષદ ત્રિવેદી હર્ષદ ત્રિવેદી
સાંભળ મને!
હર્ષદ ત્રિવેદી

કૈં નહીં તો આટલું સાંભળ મને,

તું હવે સાક્ષાત્ આવી મળ મને!

કાં કહી દે હું જરી આઘો નથી,

વા દઈ દે આવવાનું બળ મને.

ના મને તારે વિશે ઈંગિત દે,

સ્હેજ આછેરી તો છે અટકળ મને!

તું ઉકેલે તો કદાચિત ઉકલે,

ચૂમવા લાગ્યા છે મારા સળ મને.

ફૂલ આખેઆખું અળપાઈ ગયું,

માત્ર દેખાતું હવે ઝાકળ મને.

દસ્તખત એમાં કરી મોકલ મને,

સાવ કોરો મોકલું કાગળ તને!

(૨૬-૯-૯૧)

સ્રોત

  • પુસ્તક : રહી છે વાત અધૂરી (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સર્જક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2002