malyun chhe lagNinun nokhun sarovar - Ghazals | RekhtaGujarati

મળ્યું છે લાગણીનું નોખું જે સરવર

malyun chhe lagNinun nokhun sarovar

સુનીલ શાહ સુનીલ શાહ
મળ્યું છે લાગણીનું નોખું જે સરવર
સુનીલ શાહ

મળ્યું છે લાગણીનું નોખું જે સરવર, ત્યજી દઈએ?

અમે સિદ્ધાર્થ ક્યાં છીએ કે, એવું ઘર ત્યજી દઈએ!

ઘણાને દઈને હડસેલો તમે ઊંચે ગયા છો, દોસ્ત,

અમે તમને ઝૂકીને શું અમારું સ્તર ત્યજી દઈએ?

સુરક્ષા કરવી હો સંબંધની તો જરૂરી છે,

કરે જે જખ્મી, એવા શબ્દનું ખંજર ત્યજી દઈએ.

શું મેળવશો નફરત, વેર કે ધિક્કાર રાખીને?

ચલો, મનમાં પડેલા બધા પથ્થર ત્યજી દઈએ.

તમે સમજો તો બહુ આસાન છે મળવાનું બન્નેનું,

પડ્યું છે બે હૃદય વચ્ચે ઘણું અંતર, ત્યજી દઈએ.

સુકાની થઈને તો આવો અમારા વ્હાણ પર ક્યારેક,

અમે જે ક્યારના પકડી ઊભા લંગર, ત્યજી દઈએ.

સ્રોત

  • પુસ્તક : વાદળો વચ્ચે સૂર્યોદય (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : સુનિલ શાહ
  • પ્રકાશક : વિજ્યા ગ્રાફિક્સ ઍન્ડ પબ્લિકેશન
  • વર્ષ : 2024