samayno suurya aathamto gayo tethii smaran jhankhaa thayaa - Ghazals | RekhtaGujarati

સમયનો સૂર્ય આથમતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા

samayno suurya aathamto gayo tethii smaran jhankhaa thayaa

તખ્તસિંહ સોલંકી તખ્તસિંહ સોલંકી
સમયનો સૂર્ય આથમતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા
તખ્તસિંહ સોલંકી

સમયનો સૂર્ય આથમતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા.

અને હું ઘર તરફ વળતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા.

જતી વેળા તો તેં સાદ પાડ્યો કે હું બોલી શક્યો,

દિવાલો મૌનની ચણતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા.

કશુ ખોવાય છે ત્યારે કૈં મળતું હશે એવું બધું,

મનોમન ક્યાંક હું ગણતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા.

કશે એના વિશે ચર્ચા કરી લેવા મળે તો પણ ઘણું,

બધાને રીતે મળતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા.

વિતેલા સમયને 'તખ્ત' પાછો લાવવાની જીદમાં,

પ્રસંગો ખાસ અવગણતો ગયો તેથી સ્મરણ ઝાંખા થયા.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ