warta akhkhi phari manDi shakati hot to shun joituntun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વારતા આખ્ખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું'તું

warta akhkhi phari manDi shakati hot to shun joituntun

અનિલ ચાવડા અનિલ ચાવડા
વારતા આખ્ખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું'તું
અનિલ ચાવડા

વારતા આખ્ખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું'તું;

ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું'તું.

આપ બોલ્યાં તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે, પણ;

પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું'તું.

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લ્હેરખીઓ,

એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઈતું'તું.

ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,

ને સમયની તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું'તું.

ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકાતી હોત અથવા,

વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું'તું.

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012