samawi na shakya shabdo, richao kakludini - Ghazals | RekhtaGujarati

સમાવી ના શક્યા શબ્દો, ઋચાઓ કાકલૂદીની

samawi na shakya shabdo, richao kakludini

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
સમાવી ના શક્યા શબ્દો, ઋચાઓ કાકલૂદીની
ભાવેશ ભટ્ટ

સમાવી ના શક્યા શબ્દો, ઋચાઓ કાકલૂદીની

ભરાઈ આંખમાં ત્યારે સભાઓ કાકલૂદીની

વિનંતી કે હુકમ કે ભાંજગડ કે યુદ્ધ કે હત્યા

સ્વરૂપ છે બસ જુદા, પણ છે દશાઓ કાકલૂદીની

તમે બસ એક બે ડગલાં ભર્યા તો આંચકો લાગ્યો!

કરી છે ઉમ્રભર મેં જાતરાઓ કાકલૂદીની

અમુક એવા છે, જ્યાં પણ જાય મોસમ ફેરવી નાખે

લઈને સાથ ચાલે છે હવાઓ કાકલૂદીની

ઘણીયે વાર તો આકાશ લાગ્યું બાપડું જાણે

હવે તો શીખ્યું છે કળાઓ કાકલૂદીની

કદી તો ક્યાંક એને સાંભળીને લીધી છે, નહીંતર

કરીને ક્યાંક લીધી છે મજાઓ કાકલૂદીની

ફકત તું સત્વ લઈ આવીશ તો ટકશે નહીં લાંબુ

બધાનું ધ્યાન ખેંચે છે કથાઓ કાકલૂદીની

સ્રોત

  • પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.