saghalun chhe dhuldhaani? aeniy kar ujaani - Ghazals | RekhtaGujarati

સઘળું છે ધૂળધાણી? એનીય કર ઉજાણી

saghalun chhe dhuldhaani? aeniy kar ujaani

ચંદ્રેશ મકવાણા 'નારાજ' ચંદ્રેશ મકવાણા 'નારાજ'
સઘળું છે ધૂળધાણી? એનીય કર ઉજાણી
ચંદ્રેશ મકવાણા 'નારાજ'

સઘળું છે ધૂળધાણી? એનીય કર ઉજાણી

વળતાં થયાં છે પાણી? એનીય કર ઉજાણી

તકલીફ પર નિબંધો લખવાની વ્યસ્તતામાં

તકને જ ના પિછાણી? એનીય કર ઉજાણી

છાલાં પડ્યાં છે પીઠે પડખાં ફરી ફરીને

તો દોસ્ત ટૂંટિયું તાણી એનીય કર ઉજાણી

કુચ્ચાના સાવ કુચ્ચા એનાય કુચ્ચેકુચ્ચા

કાઢી રહી છે ઘાણી? એનીય કર ઉજાણી

મરવા પડ્યો જ છે તો મેલી બધા અભરખા

અંતિમ ક્ષણોને માણી એનીય કર ઉજાણી.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : નવેમ્બર ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન