jyaan tutyaan chappal safar samajai gai - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જ્યાં તૂટ્યાં ચપ્પલ સફર સમજાઈ ગઈ

jyaan tutyaan chappal safar samajai gai

દિલીપ શ્રીમાળી દિલીપ શ્રીમાળી
જ્યાં તૂટ્યાં ચપ્પલ સફર સમજાઈ ગઈ
દિલીપ શ્રીમાળી

જ્યાં તૂટ્યાં ચપ્પલ સફર સમજાઈ ગઈ,

જિંદગીની ચડઉતર સમજાઈ ગઈ.

સૂર્યનાં જ્યાં કિરણો સીધાં પડ્યાં,

ત્યાં તડકાની અસર સમજાઈ ગઈ.

ચીસ પાડીને ખર્યું જ્યાં પાંદડું,

વૃક્ષને પણ પાનખર સમજાઈ ગઈ.

વાત પથ્થર પર લખી સમજાઈ નહિ,

ફક્ત એના સ્મિત પર સમજાઈ ગઈ.

ઘર નહીં, મારી કબર બંધાય છે,

પથ્થરોની કરકસર સમજાઈ ગઈ.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ