em chalya wina pan saphar thay chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એમ ચાલ્યા વિના પણ સફર થાય છે

em chalya wina pan saphar thay chhe

રઈશ મનીઆર રઈશ મનીઆર
એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
રઈશ મનીઆર

એમ ચાલ્યા વિના પણ સફર થાય છે

પગ તળેથી ધરતી ખસી જાય છે

ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે

માત્ર દોરા હાથોમાં રહી જાય છે

નૌકા જળમાં રહે તો જળથી અજાણ

છિદ્ર પડતાં પરિચય થતો જાય છે

માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ

બીજી પળથી વિકલ્પો વિચારાય છે

લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર

શત્રુના ભાથે ઉમેરાય છે

સ્રોત

  • પુસ્તક : શબ્દ મારા સ્વભાવમાં જ નથી
  • સર્જક : રઈશ મનીઆર
  • પ્રકાશક : વિશાલ પ્રકાશન
  • વર્ષ : 1998