saame raho nahiin to sapnaamaan aavsho - Ghazals | RekhtaGujarati

સામે રહો નહીં તો સપનામાં આવશો

saame raho nahiin to sapnaamaan aavsho

ભરત વિંઝુડા ભરત વિંઝુડા
સામે રહો નહીં તો સપનામાં આવશો
ભરત વિંઝુડા

સામે રહો નહીં તો સપનામાં આવશો,

નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો.

જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો,

ને જો નદી થશો તો દરિયામાં આવશો.

ચારે તરફ તમોને જોયા કરું છતાં,

ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો.

ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી ઘર,

અફસોસ કે નગરના નકશામાં આવશો.

પહેલી પસંદગી છો તો મુજબ રહો,

બહુ દુઃખ થશે તમે જો અથવામાં આવશો.

સ્રોત

  • પુસ્તક : ભરતકામ (પૃષ્ઠ ક્રમાંક 217)
  • સર્જક : ભરત વિઝુંડા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2020