roshni na mali - Ghazals | RekhtaGujarati

રોશની ન મળી

roshni na mali

નૂરી નૂરી
રોશની ન મળી
નૂરી

અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી,

બધી જગાએ આ દુનિયામાં લાગણી ન મળી.

એ ઘરની વાત જવા દો, એ ઘર મળે ક્યાંથી?

કે જેની શોધ હતી એ મને ગલી ન મળી!

કરી ગયા અમે રસ્તો પસાર અંધારે,

જરૂર અમને પડી ત્યારે રોશની ન મળી.

ખીલી ઊઠે છે તો થઈ છે એ આકર્ષક,

અહીં તો સાદી કળીમાંય સાદગી ન મળી.

જીવન તો પ્રેમમાં પૂરું થઈ ગયું, ‘નૂરી’!

અને આ આંખ પરસ્પર હજુ લગી ન મળી!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4