rosh! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તેં વાત કરી તારી સહિયરને તારી મોટી ભૂલ છે!
મેં  એવું  ક્યારે  કહ્યું  તને?  તું  કેસુડાનું  ફૂલ છે!

ગઈ રાતે ચૂપચાપ, આગિયા ભરી કાચની પેટીથી
                                     મેં કાગળ તારો વાંચ્યો,
સાત વખત મુખપાઠ કરી, પેટારો ખોલી હળવેથી
                                        મેં ગડી કરીને રાખ્યો,

મેં કહ્યું કોઈને? તેં લખ્યું : હું બગલી તું મેહૂલ છે!
તેં વાત કરી તારી સહિયરને તારી  મોટી ભૂલ છે!

મેળામાં જાવાનું, પોટો પડાવવાનું, ચકડોળે ચડવાનું
                                      જે કંઈ વચન હતું તે ફોક,
પર્વત  પરથી  ધસી  આવતી  શીલા  જેવો  ગુસ્સે  છું
                                             તું રાણક હો તો રોક!

હવે બોલવું, હળવું-મળવું, સઘળી વાત ફિઝૂલ છે!
તેં  વાત  કરી તારી  સહિયરને  તારી મોટી ભૂલ છે!
મેં  એવું  ક્યારે   કહ્યું  તને  તું?  કેસુડાનું   ફૂલ  છે!

સ્રોત

  • પુસ્તક : અગિયારમી દિશા (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : વીરુ પુરોહિત
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2000