rokai jaw - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રોકાઈ જાવ

rokai jaw

સાબિર વટવા સાબિર વટવા
રોકાઈ જાવ
સાબિર વટવા

ચંદ્ર ઝાંખો થાય છે, રોકાઈ જાવ!

હમણાં વા'ણું વાય છે, રોકાઈ જાવ!

એક ઘડીભર રાતની છે શી વિસાત?

વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ!

અપશુકન છે રોકવામાં, શું કરું?

મારું મન ગભરાય છે, રોકાઈ જાવ!

પંથ નિર્જન, વાટ વસમી, શું થશે?

ભાર દઈ કહેવાય છે, ‘રોકાઈ જાવ!'

વાટ-મારુ છે નિરાશા માર્ગમાં,

કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ!

હું ચહું છું વારેવારે ના કહું!

જીભે આવી જાય છે, રોકાઈ જાવ!

હોઠ પર તો છે ‘ખુદાહાફિજ’, છતાં

‘દિલમાં કૈં કૈં થાય છે', 'રોકાઈ જાવ'.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4