ghaDiman risawun! kharan chho tame - Ghazals | RekhtaGujarati

ઘડીમાં રિસાવું! ખરાં છો તમે

ghaDiman risawun! kharan chho tame

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
ઘડીમાં રિસાવું! ખરાં છો તમે
કૈલાસ પંડિત

ઘડીમાં રિસાવું! ખરાં છો તમે,

ફરીથી મનાવું? ખરાં છો તમે.

હજી આવી બેઠાં ને ઊભાં થયાં?

અમારાથી આવું? ખરાં છો તમે.

પૂછો કશુંયે, બોલો કશું!

અમસ્તા મૂંઝાવું? ખરાં છો તમે.

આવો છો મળવા, ઘરમાં રહો,

અમારે ક્યાં જાવું? ખરાં છો તમે.

હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,

નવી ક્યાંથી લાવું? ખરાં છો તમે.

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995