mastke pathrayelo kankan baraph - Ghazals | RekhtaGujarati

મસ્તકે પથરાયેલો કણકણ બરફ

mastke pathrayelo kankan baraph

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
મસ્તકે પથરાયેલો કણકણ બરફ
આદિલ મન્સૂરી

મસ્તકે પથરાયેલો કણકણ બરફ

એક અલગારી અટૂલો તરફ

રાતદિન ઉધરસ છતાં છૂટે નહીં

ઊંડે ઊંડે શબ્દમાં જામેલ કફ

મૌન આંખો કાઢતું સામે ઊભું

કોની હિંમત છે કે ઉચ્ચારે હરફ

સ્પર્શસુખના ફૂલને ભૂલી જજો

શબ્દને કાંટા ઊગ્યા છે ચોતરફ

કાફિયાની ચોતરફ તંગી હતી

એટલે ગણજો ફરકને પણ ફરક.

સ્રોત

  • પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 188)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1996