Kalpnani Ratbhar Jhankhi Hati - Ghazals | RekhtaGujarati

કલ્પનાની રાતભર ઝાંખી હતી

Kalpnani Ratbhar Jhankhi Hati

જિતુ ત્રિવેદી જિતુ ત્રિવેદી
કલ્પનાની રાતભર ઝાંખી હતી
જિતુ ત્રિવેદી

કલ્પનાની રાતભર ઝાંખી હતી

એક ઘટના જન્મવી બાકી હતી

ત્યાં તમે આવી વસ્યા સંયોગવશ

અર્થ માટે જ્યાં જગા રાખી હતી

વાત કહેવાની ઘણી રીતો હતી

પણ ગઝલ પાસે બધી ઝાંખી હતી

ભૂંસવાનું ક્યાં શીખ્યો છું હું કદી!

મેં લીટી, મારી, અલગ આંકી હતી

સાંધવામાં વ્યર્થ વીતી ગઈ

જિંદગી આભાસમય આખી હતી

કૂકડો બોલ્યો અને આંખો ઢળી

આમ તો સાંજની થાકી હતી

સ્રોત

  • પુસ્તક : ઉઘાડી બારી (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : જિતુ ત્રિવેદી
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1993