bolawun paDshe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બોલવું પડશે

bolawun paDshe

અંબાલાલ ડાયર અંબાલાલ ડાયર
બોલવું પડશે
અંબાલાલ ડાયર

અમારે બોલવું પડશે, તમારે બોલવું પડશે,

અધર ખોલ્યા વગર, મોઘમ ઈશારે બોલવું પડશે.

જરા બગડી, જરા ઝઘડી, જરા રૂઠી, જરા રીઝી,

તમારે ને અમારે હર પ્રકારે બોલવું પડશે!

શશી જો રૂસણાં લઇને વદનને ફેરવી લેશે!

ગગનના ગોખથી અગણિત સિતારે બોલવું પડશે!

પ્રભાતે પુષ્પના ચહેરા પ્રફુલ્લિત હોય છે કિન્તુ!

હસે છે કે રડે છે તુષારે બોલવું પડશે!

ધરા પર પાથરી અંધાર સંતાઈ જશે સાંજે,

પ્રસારી તેજ સૂરજને સવારે ખેલવું પડશે!

ચમનની અવદશા કેવી થઈ'તી પાનખર દ્વારા!

કુસુમોની મહેફિલમાં બહારે બોલવું પડશે!

સુરાલયમાં નમાઝી ને શરાબી કોણ મસ્જીદમાં!

નહી બોલી શકે ખુદ તો - દિદારે બોલવું પડશે!

સ્રોત

  • પુસ્તક : નજાકત (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સર્જક : અંબાલાલ ડાયર
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1988