aishwarya ho alasanun, upar tilak tamasanun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઐશ્વર્ય હો અલસનું, ઉપર તિલક તમસનું

aishwarya ho alasanun, upar tilak tamasanun

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
ઐશ્વર્ય હો અલસનું, ઉપર તિલક તમસનું
મુકુલ ચોક્સી

ઐશ્વર્ય હો અલસનું, ઉપર તિલક તમસનું,

ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ રજસનું.

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું

મનને છે કેવું ઘેલું જર્જરિત જણસનું.

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ,

ચૌદ તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું.

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,

ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું

પેટાવો પાંદપાંદે તળપદાં તરન્નુમ,

બૂઝાવો ધીમે ધીમે તાપણું તરસનું.

કેવા અસૂર્ય દિવસો! કેવી અશ્યામ રાતો!

કેવું ઝળક ઝલકતું મોંસૂઝણું મનસનું.

સ્રોત

  • પુસ્તક : તાજા કલમમાં એ જ કે (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : મુકુલ ચોક્સી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2001