tunkaa raste dodaadodii shun karvaanii - Ghazals | RekhtaGujarati

ટૂંકા રસ્તે દોડાદોડી શું કરવાની

tunkaa raste dodaadodii shun karvaanii

વિપુલ પરમાર વિપુલ પરમાર
ટૂંકા રસ્તે દોડાદોડી શું કરવાની
વિપુલ પરમાર

ટૂંકા રસ્તે દોડાદોડી શું કરવાની!

ચાર દિવસ છે, એમાં હોળી શું કરવાની!

આવે તો પોંખી લો એજ પળે શબ્દોને,

ના આવે તો ટીંગાટોળી શું કરવાની!

સામે ક્યાંક મળે તો ઠપકો દઈ દેવાનો,

મંદિર જઈને જીભાજોડી શું કરવાની!

જે આવે નૈ છંદોલયનું ઓઢણ ઓઢી,

લાખ ભલે હો ગોરીગોરી, શું કરવાની!

પીડા છે? લાવો, લાવો, પણ એક અરજ છે!

‘અઢળક દેજો, થોડી થોડી શું કરવાની!’

સ્રોત

  • પુસ્તક : કવિલોક : મે-જૂન ૨૦૧૯ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : ધીરુ પરીખ
  • પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ