tari udas ankhman swapnan bhari shakun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું

tari udas ankhman swapnan bhari shakun

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
કૈલાસ પંડિત

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું,

મારું ગજું નથી કે તને છેતરી શકું.

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં?

તરસ્ચા થયેલા હોઠને ભીના કરી શકું.

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે,

એના વિના હું કઈ રીતે પાછો ફરી શકું?

આવું મળું ને વાત કરું નસીબ ક્યાં?

કહેવાને આમ સાત સમંદર તરી શકું.

“કૈલાસ” હું તો એકલો નીકળીને જાત પણ,

ભેગા થયાં છે લોક તો હું શું કરી શકું?

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995