polan sharir jewa dekhaw thai gaya chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પોલાં શરીર જેવા દેખાવ થઈ ગયા છે

polan sharir jewa dekhaw thai gaya chhe

મનહર મોદી મનહર મોદી
પોલાં શરીર જેવા દેખાવ થઈ ગયા છે
મનહર મોદી

પોલાં શરીર જેવા દેખાવ થઈ ગયા છે

પથ્થર હતા તે અમને વાગી તૂટી ગયા છે

રસ્તાનો કેફ છે કે મંઝિલનો નશો છે

પગલાંઓ ચાલી ચાલી નિજને ભૂંસી ગયાં છે

એકાંતની પળોમાં મોંઘા હતા નિસાસા

ખંડેરમાં જઈને સઘળા ડૂબી ગયા છે

માઠી દશામાં એવા આધાર થાવ મારા

મુજ આંખમાં નિજનાં આસું મૂકી ગયાં છે

આંસુની મિત્રતામાં, આંસુની લાગણીમાં

મારા અવાજ ગબડી ગબડી ફૂટી ગયા છે

હમણાં આવશે એ, હમણાં પધારશે

મુજ નામ ઠામ તેઓ હમણાં પૂછી ગયાં છે

સ્રોત

  • પુસ્તક : ૧૧ દરિયા (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સર્જક : મનહર મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)