રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
ધ્યાન મહેફિલમાં પડે ના કોઈનું,
તંબૂરા રણઝણ વિનાનાં આપણે.
સ્હેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરો તોરણ વિનાનાં આપણે.
સાવ ઠાલાં શસ્ત્ર લઈ ઊભાં હવે,
કોઈ સમરાંગણ વિનાનાં આપણે.
આ સમયતટ પર તૂટેલી છીપ શા,
કોઈ પણ કારણ વિનાનાં આપણે.
kalni samjan winanan aapne,
kesuDan phagan winanan aapne
dhyan mahephilman paDe na koinun,
tambura ranjhan winanan aapne
shej harshollas na najre chaDe,
awasro toran winanan aapne
saw thalan shastr lai ubhan hwe,
koi samrangan winanan aapne
a samaytat par tuteli chheep sha,
koi pan karan winanan aapne
kalni samjan winanan aapne,
kesuDan phagan winanan aapne
dhyan mahephilman paDe na koinun,
tambura ranjhan winanan aapne
shej harshollas na najre chaDe,
awasro toran winanan aapne
saw thalan shastr lai ubhan hwe,
koi samrangan winanan aapne
a samaytat par tuteli chheep sha,
koi pan karan winanan aapne
સ્રોત
- પુસ્તક : પીંછાંનું ઘર (પૃષ્ઠ ક્રમાંક 89)
- સર્જક : ઉર્વીશ વસાવડા
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
- વર્ષ : 2002