પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો, તો મજા પડી જાય
pratham tame aa badhaathii thodaa alag pado, to majaa padii jaay

પ્રથમ તમે આ બધાથી થોડા અલગ પડો, તો મજા પડી જાય;
તમે મને જે કહ્યા કરો છો, તમે કરો તો મજા પડી જાય.
આ પીળાં પર્ણો સ્વયં ખસીને, નવાંની ડાળે જગા કરે છે;
હવે આ પહેલી હરોળમાંથી, તમે ખસો, તો મજા પડી જાય.
ઝરૂખે બેસી તમે લખેલી, સૂરજની ગઝલો સરસ છે કિન્તુ;
કદીક તડકો ઉઘાડા બરડે ઝીલી લખો, તો મજા પડી જાય.
રમું છું, એ જોઈને કહો છો, તમારે તો બસ મજા મજા છે;
તો મારા બદલે રમો આ બાજી, પછી કહો, તો મજા પડી જાય.
પતંગમાં જો પવન ભરાશે, પછી વજન દોરનુંય લાગે.
રમત આ સમજી પતંગ નીચે, ઉતારી લ્યો, તો મજા પડી જાય.
pratham tame aa badhathi thoDa alag paDo, to maja paDi jay;
tame mane je kahya karo chho, tame karo to maja paDi jay
a pilan parno swayan khasine, nawanni Dale jaga kare chhe;
hwe aa paheli harolmanthi, tame khaso, to maja paDi jay
jharukhe besi tame lakheli, surajni gajhlo saras chhe kintu;
kadik taDko ughaDa barDe jhili lakho, to maja paDi jay
ramun chhun, e joine kaho chho, tamare to bas maja maja chhe;
to mara badle ramo aa baji, pachhi kaho, to maja paDi jay
patangman jo pawan bharashe, pachhi wajan dornunya lage
ramat aa samji patang niche, utari lyo, to maja paDi jay

સ્રોત
- પુસ્તક : તમને ગઝલ તો કહેવી છે (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : ગૌરાંગ ઠાકર
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2025