rageragman khumari - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રગેરગમાં ખુમારી

rageragman khumari

અબ્દુલ વાહીદ ‘સોઝ’ અબ્દુલ વાહીદ ‘સોઝ’
રગેરગમાં ખુમારી
અબ્દુલ વાહીદ ‘સોઝ’

રગેરગમાં ખુમારી ને પવન તાજાનાં ગલગલિયાં,

થયાં વર્ષો પછી મનમાં નવી આશાનાં ગલગલિયાં.

પરાયા દેશમાં પથ્થર બનેલા કાન ચમકે… જો

કરું લૈ શબ્દ પીંછાં આપણી ભાષાનાં ગલગલિયાં.

તમે થૈ રૂપનાં મોજાં ફરી વળ્યાં કિનારે પણ,

ધ્રુજારી લઈ જશે તળિયા સુધી કાંઠાનાં ગલગલિયાં.

વાએઝ તું ફરિશ્તા સમ ને ઇચ્છાઓથી વંચિત છે,

હું માનવ છું મને તો થાય છે માયાનાં ગલગલિયાં.

થયાં વરસો છતાં પણ ભૂલવાનું શક્ય ક્યાં છે 'સોઝ'?

કોઈના કેશલટની રેશમી છાયાનાં ગલગલિયાં.