રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોશૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
shunytano ras doryo ne lakhyun ke ‘tun nathi’
શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’,
ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.
એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં,
આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.
સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં,
ત્યાં જ કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.
પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે,
જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.
shunytano ras doryo ne lakhyun ke ‘tun nathi’,
bhintno attahas doryo ne lakhyun ke ‘tun nathi’
ek gamti sanj chakhye ketlan warsho thayan,
ankhno upwas doryo ne lakhyun ke ‘tun nathi’
saw nirjan koi tapu chhe hridayni madhyman,
tyan ja karawas doryo ne lakhyun ke ‘tun nathi’
pangaryun chhe urmilanun maun mari bhitre,
jatno wanwas doryo ne lakhyun ke ‘tun nathi’

સ્રોત
- પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 45)
- સર્જક : મિલિન્દ ગઢવી
- પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
- વર્ષ : 2019