રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોલખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે
lakhyun chhe breilman marun maran, eni udasi chhe
લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે,
ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે.
સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી,
ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે.
લીલાંછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે,
પગરખાં શોધવા નીકળ્યા ચરણ, એની ઉદાસી છે.
સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં,
ચીરાયું વસ્ત્રની માફક ઝરણ, એની ઉદાસી છે.
હું જાણું છું કથા પણ તો ય પાછળ દોડવું પડશે,
ફરે છે એક માયાવી હરણ, એની ઉદાસી છે.
lakhyun chhe breilman marun maran, eni udasi chhe,
uparthi hath aapya chhe abhan, eni udasi chhe
sari gai raat sathe chandni pan anglimanthi,
na sachwayan hatheliman kiran, eni udasi chhe
lilanchham ghasman warsad werayani kshan wachche,
pagarkhan shodhwa nikalya charan, eni udasi chhe
smaranni shwet kagal naw jyan tarwa muki jalman,
chirayun wastrni maphak jharan, eni udasi chhe
hun janun chhun katha pan to ya pachhal doDawun paDshe,
phare chhe ek mayawi haran, eni udasi chhe

સ્રોત
- પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : મિલિન્દ ગઢવી
- પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
- વર્ષ : 2019