aagwa ajwasman shodhi shake to shodhje, hun tyan ja chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આગવા અજવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં જ છું

aagwa ajwasman shodhi shake to shodhje, hun tyan ja chhun

સુરેન્દ્ર કડિયા સુરેન્દ્ર કડિયા
આગવા અજવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં જ છું
સુરેન્દ્ર કડિયા

આગવા અજવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં છું

રામના વનવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્ચાં છું

હું ચડેલા પૂરમાં ક્યાંથી મળું? હું આવતો વરસાદ છું

છેક ઉપરવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં છું.

કોઈ અટકળ, કોઈ અફવા, કલ્પના કે ધારણામાં હું નથી

સત્યના સહવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં છું

નાની ટોપલીમાં યમુના પાર કરવી છે હજી

કારાવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં છું

પારદર્શકતા ત્યજીને જીવ ઊંડે ઊતરી શકતો નથી

શ્વાસ કે ઉચ્છ્ર્વાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં છું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2006 (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : વિનોદ જોશી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2009