રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅરે! જા શું અવાયે નહિ−ઝૂરું જો! હું અહીયાં રહી.
જા જા શું આવે નહીં, તલસાવે શું યાર?
ટકટક કરતું બાપડું ચાતક તરશ્યું ધાર.
તરશથી વ્યાકુળું થઈને−ગુણો વારિદના ગઈને.
ચહે આવે જલદ ધાઈને–હરે! વારિદ લેખે નહીં. અરે!
ગડગડાટ ને ગર્જના સુણું હું કરણે, હાય!
પણ દેખું દિદાર નહીં, કહે રહ્યું ક્યમ જાય?
જીવે ક્યમ બાપડું કે'ની? રસિક્તા ધન્ય છે જેની.
તરશ છીપે નહીં એની–હરે! દુઃખ શું વિચારે નહી? અરે!
ઊડંતાં તુ જ દિશથી આવંતાં ખગ રોજ;
જોઉં મોહું શું દિલથી, શી શી માણું મોજ?
અરે ! પણ મેઘ ક્યાં આજે, ગરજતો ક્યાં ભૂંડા રાજે?
ગણે નહીં શું જ ના દાઝે? કઠણ, શું છાતડી કહે થઈ? અરે!
દૃષ્ટિમર્યાદા વિશે, આવતાં ખગ જોઈ
પ્રેરૂં પ્યારાં માહરાં, ચક્રવાક બે મોહી;
ઝડપથી પાઠવું મારાં–નયન બે પંખીડા સારાં;
સમાચાર પૂછવા તારા−વિકાસી મુખ ઊભો રહી. અરે!
કહે ન મુખથી કાંઈ તે જુએ ન સામું રંચ,
ખુએ ધૈર્ય મન માંહીથી, સેવક રસિલો રંક.
અરે! પ્રિય કાંઈ ગોઠે નહીં સુણે તુ જ વાતડી જો નહીં;
દીધી પાંખો વિધિએ નહીં–કહે દુઃખમાંહી ડૂબી જઈ, અરે!
ગરજ જુએ નહિ કોઈની, દે ન મુજને પાંખ;
જા તુજને હું શું કહું, હતી નહીં કહે આંખ?
દીધી જો હોત પાંખો બે-ઊડીને જાત જ્યાં તે છે;
પડત ગોદે જઈને રે−છૂટત નહીં એકઠાં બે થઈ. અરે!
are! ja shun awaye nahi−jhurun jo! hun ahiyan rahi
ja ja shun aawe nahin, talsawe shun yar?
taktak karatun bapaDun chatak tarashyun dhaar
tarashthi wyakulun thaine−guno waridna gaine
chahe aawe jalad dhaine–hare! warid lekhe nahin are!
gaDagDat ne garjana sunun hun karne, hay!
pan dekhun didar nahin, kahe rahyun kyam jay?
jiwe kyam bapaDun keni? rasikta dhanya chhe jeni
tarash chhipe nahin eni–hare! dukha shun wichare nahi? are!
uDantan tu ja dishthi awantan khag roj;
joun mohun shun dilthi, shi shi manun moj?
are ! pan megh kyan aaje, garajto kyan bhunDa raje?
gane nahin shun ja na dajhe? kathan, shun chhatDi kahe thai? are!
drishtimaryada wishe, awtan khag joi
prerun pyaran mahran, chakrawak be mohi;
jhaDapthi pathawun maran–nayan be pankhiDa saran;
samachar puchhwa tara−wikasi mukh ubho rahi are!
kahe na mukhthi kani te jue na samun ranch,
khue dhairya man manhithi, sewak rasilo rank
are! priy kani gothe nahin sune tu ja watDi jo nahin;
didhi pankho widhiye nahin–kahe dukhamanhi Dubi jai, are!
garaj jue nahi koini, de na mujne pankh;
ja tujne hun shun kahun, hati nahin kahe ankh?
didhi jo hot pankho be uDine jat jyan te chhe;
paDat gode jaine re−chhutat nahin ekthan be thai are!

સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1942