sanamni shodh - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સનમની શોધ

sanamni shodh

કલાપી કલાપી
સનમની શોધ
કલાપી

પેદા થયો છું ઢુંઢવા તુંને, સનમ!

ઉમ્મર ગુઝારી ઢુંઢતાં તુંને સનમ!

છે દુશ્મનો લાખો ભુલાવા રાહને,

દુશ્મન બનાવી યાર અંજાયો, સનમ!

ગફલત મહીં હું, ઝાલિમો કાબિલ એ,

જુદાઈ યારોની મઝા એને, સનમ!

જે રાહદારીમાં અમોને લૂટતું,

ઉમેદ બર આવો નહીં એની, સનમ!

તારી મદદ કોને હશે? માલૂમ નહીં,

શું યારના દુશ્મન સહે યારી? સનમ!

પાંચે નમાઝે ઝૂકતાં તારે કદમ,

આડા ફરે છે બેખુદાઓ સનમ!

છો દમ દમ ખંજર રમે તારૂં દિલે,

કાફર તણું કાતિલ ખેંચી લે, સનમ!

તું માફ કર, દિલદાર! દેવાદાર છું:

છે માફ દેવાદારને મારા, સનમ!

કાંઈ નઝરબક્ષી થવી લાઝિમ તને,

ગુઝરાનનો ટુકડો ઘટે દેવો, સનમ!

પેદા થઈને ના ચૂમી તારી હિના,

પેદા થયો છું મોતમાં જાણે, સનમ!

શાને કસે છે મુફત લાચારને?

દાવો સુનાનો છે હમારો ના, સનમ!

પથ્થર બની પેદા થયો છું પહાડમાં,

છું ચાહનારો તુંથી છું, સનમ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942