રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતિમિરને ઢોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?
સૂરજને ખોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?
કરી દો જે સજા કરવી હો બસ આ પ્રેમના નામે,
ભૂલો વાગોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?
જરા આવો અહીં તો જોઈ લઉં હું જાતને મારી,
મને ઢંઢોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?
ભલે થતી થવા દો આંખ ભીની હાલના ગમ પર,
ખુશીને ખોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?
આ દરિયો મન ભરીને જોવો છે તેથી અહીં આવી,
ચરણને બોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?
લઈને રાતની બસ એક પળ સપનું બનીને આવ,
હકીકત ડહોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે...?
timirne Dholwanun to hwe marun gajun kyan chhe?
surajne kholwanun to hwe marun gajun kyan chhe?
kari do je saja karwi ho bas aa premna name,
bhulo wagolwanun to hwe marun gajun kyan chhe?
jara aawo ahin to joi laun hun jatne mari,
mane DhanDholwanun to hwe marun gajun kyan chhe?
bhale thati thawa do aankh bhini halna gam par,
khushine kholwanun to hwe marun gajun kyan chhe?
a dariyo man bharine jowo chhe tethi ahin aawi,
charanne bolwanun to hwe marun gajun kyan chhe?
laine ratni bas ek pal sapanun banine aaw,
hakikat Daholwanun to hwe marun gajun kyan chhe ?

સ્રોત
- પુસ્તક : જાત સાથે વાત (પૃષ્ઠ ક્રમાંક 104)
- સર્જક : મેગી ઠાકોરદાસ અસનાની
- પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન્સ
- વર્ષ : 2016