wipralabdha gajhal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિપ્રલબ્ધા ગઝલ

wipralabdha gajhal

જવાહર બક્ષી જવાહર બક્ષી
વિપ્રલબ્ધા ગઝલ
જવાહર બક્ષી

એક ભ્રમનો આશરો હતો.... પણ તૂટી ગયો

પગરવ બીજા બધાયના હું ઓળખી ગયો

ઘટના વિના પસાર થયો આજનો દિવસ

સૂરજ ફરી ઊગ્યો ને ફરી આથમી ગયો

આજે ફરીથી શક્યતાનું ઘર બળી ગયું

મનને મનાવવા ફરી અવસર મળી ગયો

બીજું તો ખાસ નોંધવા જેવું થયું નથી

હું બારણા સુધી જઈ.... પાછો વળી ગયો

મારાથી આજ તારી પ્રતીક્ષા થઈ નહીં

મારો વિષાદ જાણે કે શ્રદ્ધા બની ગયો

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999