રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો,
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.
પ્રતીક્ષાને બહાને જિંદગી જિવાઈ તો જાશે,
તમારા આગમનની કંઈ ખબર ખોટી-ખરી આપો.
તમારી યાદની ઉષ્મા મળે તોપણ ગનીમત છે,
ન તરણાંઓના ભોગે હૂંફ લેવા તાપણી આપો.
સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો.
ફૂલો ખિલાવવાના હૈયે એ પણ કોડ રાખે છે,
મરુભૂમિને માટે પણ વરસતી વાદળી આપો.
વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.
ઉષાની એકધારી રમ્યતા જોવી નથી ગમતી,
કે આંખોને નીરખવા કોઈ સૂરત સાંવરી આપો.
નથી મારે જીવન પર રાખવા ઉપકાર કોઈના,
કિરણ પાછાં ધરી દઉં સૂર્યને એ આરસી આપો!
હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,
તમે 'સાકિન'ને એવો પ્રેમનો પારસમણિ આપો.
rahi paDdaman darshanni jhalak thoDighni aapo,
na aapo chandr mara hathman, pan chandni aapo
prtikshane bahane jindgi jiwai to jashe,
tamara agamanni kani khabar khoti khari aapo
tamari yadni ushma male topan ganimat chhe,
na tarnanona bhoge hoomph lewa tapni aapo
sitari na dharo muj hathne bandhanman rakhine,
jo mara hoth siwo to na mujne bansri aapo
phulo khilawwana haiye e pan koD rakhe chhe,
marubhumine mate pan warasti wadli aapo
wadhu be shwas lewanun pralobhan pranne apun,
mane ewi milan aasha tani sanjiwni aapo
ushani ekdhari ramyta jowi nathi gamti,
ke ankhone nirakhwa koi surat sanwri aapo
nathi mare jiwan par rakhwa upkar koina,
kiran pachhan dhari daun suryne e aarsi aapo!
hun koini adawat pherwi nakhun mahobbatman,
tame sakinne ewo premno parasamani aapo

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 240)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4