tari ne mari ja charcha aapni wachche hati - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી

tari ne mari ja charcha aapni wachche hati

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી
ખલીલ ધનતેજવી

તારી ને મારી ચર્ચા આપણી વચ્ચે હતી,

તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.

આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં?

તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.

આપણે એકસાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,

એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,

આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી.

આપણે તો પ્રેમના અરમાન પૂરવાનાં હતાં.

કાં અજુગતી કોઈ ઇચ્છા આપણી વચ્ચે હતી.

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,

ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી.

યાદ કર પુણ્યશાળી પાપની એકેક ક્ષણ,

કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી.

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ,

એક ક્ષણ માટે મંથરા આપણી વચ્ચે હતી.

સ્રોત

  • પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008