rahbar aawe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોઈ કાસદ અહીં અગર આવે,

આપના કૈંક તો ખબર લાવે.

અમે છોડ્યો છે રાહ કાબાનો,

આપની છો મુરાદ બર આવે.

મંઝિલે પહોંચવાની છે આશા;

દોરવા કોઈ રાહબર આવે.

હોડમાં હું મૂકું જન્નત, જ્ઞાની,

જો તું જન્નતમાં મય વગર આવે.

ફરી ઊઠું કબર મહીંથી હું,

જો તું અશ્રુથી તરબતર આવે.

સ્રોત

  • પુસ્તક : પાલવકિનારી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’
  • પ્રકાશક : યશવંત દોશી
  • વર્ષ : 1960