nam - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છાતીનાં છૂંદણાંમાં જે ત્રોફાવવાનું નામ,

લોહીની રંગ ઝાયમાં શોધવાનું નામ.

મોસમ અહીં તો કોઈ પણ છલનાની હોય છે,

શ્રાવણ-અષાઢ રાખીએ ઝાંઝવાનું નામ.

પગરવ, દિશાઓ, માર્ગ વચન-કાંઈ પણ નથી,

તારી પ્રતીક્ષા-આંખને શણગારવાનું નામ.

સ્પર્શી તને વહે છે જે એની અલગ છે વાત,

હોતું નથી શ્વાસ બધીયે હવાનું નામ.

શી જાણ : એમાં કેટલી ડૂબશે ઉદાસ સાંજ

ઊગ્યો છે સૂર્ય લઈને સજળ નેજવાનું નામ.

મૂંગો બની ફરું છું હું ટહુકાના દેશમાં,

કેવું વિકટ છે કોઈનું ઉચ્ચારવાનું નામ!

ફરક્યાં’તાં સ્પર્શનાં અહીં કોમળ પતંગિયાં,

ફૂલોના હોઠ પર છે હજી ટેરવાનું નામ.

સ્રોત

  • પુસ્તક : વયઃસંધિ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : બાપુભાઈ ગઢવી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2002