ke alp shabdman kasad! tun ene kagal lakh - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કે અલ્પ શબ્દમાં કાસદ! તું એને કાગળ લખ

ke alp shabdman kasad! tun ene kagal lakh

હનીફ સાહિલ હનીફ સાહિલ
કે અલ્પ શબ્દમાં કાસદ! તું એને કાગળ લખ
હનીફ સાહિલ

કે અલ્પ શબ્દમાં કાસદ! તું એને કાગળ લખ

જો લખવું હોય તો આંખો બહુ છે ઝળઝળ લખ

પ્રતીક્ષાને તું કહે, કેવી રીતે માપી શકે?

તો એની એક સદી સામે મારી એક પળ લખ

તિમિર ને તેજના સંબંધને નિભાવી લે

ઉદાસ સાંજની ડેલી ઉપર તું ઝળહળ લખ

હનીફ એના દીર્ઘ પત્રના તું ઉત્તરમાં

બસ એક શબ્દ ભીનો, પોચો, ઘટ્ટ, કોમળ લખ

સ્રોત

  • પુસ્તક : પર્યાય તારા નામનો (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : હનીફ સાહિલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1985