રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક સપનું આવશે ને એય છાનું આવશે
જેમાં કારણ ચાહવા માટે સજાનું આવશે.
ઝાંઝવાં ફંફોસવા પાંપણ ઉઘાડી શોધતાં
આંખમાં આંસુનું છૂપું ચોરખાનું આવશે.
પૂર્વજન્મોની કથાના તાંતણા સાંધો હજુ
ત્યાં અધૂરું જિંદગીનું કોઈ પાનું આવશે.
નામ તો મારું લખેલું બારણાં ઉપર હશે
ઘર ખરું જોવા જશો તો ત્યાં વ્યથાનું આવશે.
ઝંખના – બસસ્ટોપ પર, છેડે પ્રતીક્ષા-માર્ગના
ત્યાં જઈને પણ તને શોધ્યા જવાનું આવશે
આપણે ભીંજાઈ જાવાનું વિચાર્યું ત્યાં ફરી
ઝાપટું વરસી ગયાનું એક બ્હાનું આવશે...
ek sapanun awshe ne ey chhanun awshe
jeman karan chahwa mate sajanun awshe
jhanjhwan phamphoswa pampan ughaDi shodhtan
ankhman ansunun chhupun chorkhanun awshe
purwjanmoni kathana tantna sandho haju
tyan adhurun jindginun koi panun awshe
nam to marun lakhelun barnan upar hashe
ghar kharun jowa jasho to tyan wythanun awshe
jhankhna – basastop par, chheDe prtiksha margna
tyan jaine pan tane shodhya jawanun awshe
apne bhinjai jawanun wicharyun tyan phari
jhapatun warsi gayanun ek bhanun awshe

સ્રોત
- પુસ્તક : પાન સરનામું ન જાણે ઝાડનું આ દેશમાં (પૃષ્ઠ ક્રમાંક 9)
- સર્જક : ડૉ. હર્ષદેવ માધવ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન