hisab - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જિંદગીની હરપળોનો રાખજે હોઠે હિસાબ,

હાંસિયાની બ્હાર જીવ્યાનો તરત થાશે હિસાબ.

માણસો, સાંજો, જહાજો કેટલાં ડૂબ્યાં જળે,

રેત પર મોજાં વડે દરિયો લખે-ભૂંસે હિસાબ.

વસંતે પાંચ ફૂલો, સાત સુગંધો મળી,

પાનખર પાસે મુલાકાતી પવન આપે હિસાબ.

કેટલી રાતો વિતાવી એક સૂરજ ઝંખતા,

ઘૂંટ ઘૂંટે ઘોર અંધારું પીવાયું બેહિસાબ.

એક જણ,વત્તા ચરણ, ગુણ્યા ભ્રમણ, ભાગ્યા તરસ,

બાદબાકીમાં ઝરણ પ્રત્યેકનો છે હિસાબ.

એક મૂઠી જીવ લઈ વિશ્વમાં પહોંચો અને

સર્વને સરખો વહેંચી શેષનો કરજે હિસાબ.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 193)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008