badriaman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જીવ લાગી ગયો સંવરીઆમાં

ભાર ક્યાં છે હવે ગઠરીઆમાં

હાથ પકડી લે બીચ બજરીઆમાં

ઔર લઈ જા તેરી નગરીઆમાં

અબ તો ઓઢાડ કામળી, સાંઈ!

અબ ભીંજાવ બદરીઆમાં

દેખ ચોરાસી લાખનાં જંગલ...

દેખ લે ડાઘ તૂ ચુનરીઆમાં

આંખ થૈ ગૈ છે બંધ, સાહેબજી!

જબ સે દેખા હૈ ઉસ બિજરીઆમાં

વાટ જોઉં છું હું પનઘટ પર

માર કંકર મોરી ગગરીઆમાં

સ્રોત

  • પુસ્તક : અંદર બહાર એકાકાર (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : લલિત ત્રિવેદી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2008