jhanjhwanno pak - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝાંઝવાંનો પાક

jhanjhwanno pak

કરસનદાસ લુહાર કરસનદાસ લુહાર
ઝાંઝવાંનો પાક
કરસનદાસ લુહાર

આમ કૉમેડી હશે ને આમ ટ્રેજેડી હશે;

જે ચણી'તી આભમાં, તૂટી પડી મેડી હશે.

સાવ ખુલ્લી જેલનો કેદી હોવો જોઈએ,

હ્યથ-પગ છૂટા હશે ને શ્વાસમાં બેડી હશે.

ઝાંઝવાંનો પાક લણવાની તૈયારી કરે

જેમણે રણની ધરાને રાત-દી ખેડી હશે.

એક સૂકા છોડને લીલાશ પાછી આપવા-

રોજ એના મૂળમાં આંખો તમે રેડી હશે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995