purwawat - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પૂર્વવત્

purwawat

અમિત વ્યાસ અમિત વ્યાસ
પૂર્વવત્
અમિત વ્યાસ

પૂર્વવત્ ભૂતકાળ તાજો થાય છે;

ને હજુ એક હાથ ત્યાં લંબાય છે!

ટુકડા રૂપે મળે છે, જે બધું;

બધું ક્યાં સોયથી સંધાય છે!

રક્ષવાનું હોય છે હોવાપણું;

અહીં બધુંયે એકનું બે થાય છે!

કાચની સામે રહી જો એકલો!

નિત નવા ચહેરા પ્રતિબિંબાય છે!

છે ભૂલા પડવાનો એક ફાયદો;

કેટલા રસ્તા પરિચિત થાય છે!

સ્રોત

  • પુસ્તક : નાજુક ક્ષણો (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સર્જક : અમિત વ્યાસ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2002