રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોના દુહામાં કે તને હું વારતામાં નહિ મળું
na duhaman ke tane hun wartaman nahi malun
ના દુહામાં કે તને હું વારતામાં નહિ મળું,
હું અલગ છું દોસ્ત સહુથી હું બધામાં નહિ મળું.
બંધ આંખે સ્વપ્નમાં કે કલ્પનામાં નહિ મળું,
એક વેળા ના કહી તો હું કશામાં નહિ મળું.
સાવ પાણીના પ્રતિબિંબોમાં શાયદ હું મળું,
પણ હવે આ તડ પડેલા આયનામાં નહિ મળું.
હું ગઝલિયત છું, ગઝલ મારા વગર તો છે જ ક્યાં?
હું તને આ ગાલગાગા-ગાલગામાં નહિ મળું.
ઠામ-ઠેકાણું અગર નિશ્ચિત થશે ‘નીરવ’ કદી,
તો પછી જનમોજનમની આવ-જામાં નહિ મળું.
na duhaman ke tane hun wartaman nahi malun,
hun alag chhun dost sahuthi hun badhaman nahi malun
bandh ankhe swapnman ke kalpnaman nahi malun,
ek wela na kahi to hun kashaman nahi malun
saw panina pratibimboman shayad hun malun,
pan hwe aa taD paDela aynaman nahi malun
hun gajhaliyat chhun, gajhal mara wagar to chhe ja kyan?
hun tane aa galgaga galgaman nahi malun
tham thekanun agar nishchit thashe ‘niraw’ kadi,
to pachhi janmojanamni aaw jaman nahi malun

સ્રોત
- પુસ્તક : સંદર્ભો વચ્ચે (પૃષ્ઠ ક્રમાંક 62)
- સર્જક : નિરવ વ્યાસ
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2012