રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબે ઘડીમાં તો ઋતુ કેવીય પલટાઈ ગઈ,
ફૂલ ખીલેલું રહ્યું ને ડાળ કરમાઈ ગઈ.
ઓરડાની છત અગાસીની ફરશનો ભાગ છે,
આપણી સાચી જગા બસ એમ સમજાઈ ગઈ.
આંખ ઇચ્છે તોય તે પ્રતિબિંબ ઝીલે કઈ રીતે?
કે અચાનક દૃશ્યની એ સેર વિખરાઈ ગઈ.
કાંઈ પણ જોતી ન હો એ એમ જે છે હવે
દૃશ્ય આવ્યાં એમ કૈં કે આંખ બદલાઈ ગઈ
પાનખરમાં વનભૂમિ પર પાંદડાં જોયાં હશે,
મન ઉપર પીળી ઉદાસી એમ પથરાઈ ગઈ.
આપણે અંધારને કઈ હદ સુધી ચાહ્યો હશે?
રાત જ્યાં વીતી ગઈ ત્યાં આંખ મીંચાઈ ગઈ.
be ghaDiman to ritu kewiy paltai gai,
phool khilelun rahyun ne Dal karmai gai
orDani chhat agasini pharashno bhag chhe,
apni sachi jaga bas em samjai gai
ankh ichchhe toy te pratibimb jhile kai rite?
ke achanak drishyni e ser wikhrai gai
kani pan joti na ho e em je chhe hwe
drishya awyan em kain ke aankh badlai gai
panakharman wanbhumi par pandDan joyan hashe,
man upar pili udasi em pathrai gai
apne andharne kai had sudhi chahyo hashe?
raat jyan witi gai tyan aankh minchai gai

સ્રોત
- પુસ્તક : પશ્યંતીની પેલે પાર (પૃષ્ઠ ક્રમાંક 72)
- સર્જક : જાતુષ જોશી
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2011