chhiplana kanman bolya karyun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છીપલાના કાનમાં બોલ્યા કર્યું

chhiplana kanman bolya karyun

રતિલાલ 'અનિલ' રતિલાલ 'અનિલ'
છીપલાના કાનમાં બોલ્યા કર્યું
રતિલાલ 'અનિલ'

છીપલાના કાનમાં બોલ્યા કર્યું,

થોરના પંજામાં બસ જોયા કર્યું.

શંખલે સાગર થઈને ઘૂઘવ્યા,

ફીણમાં ઓજસ બધું ખોયા કર્યું.

ત્યાં હરાયા ઢોરની જિહ્ના હતી,

સંસ્કૃતિની વાડ પર કોળ્યા કર્યું.

પથ્થરો તો કૈં કૂણા ના થયા,

પ્રાર્થનાઓમાં અમી ઢોળ્યા કર્યું.

દૂરતાનો તાગ મેળવવા ‘અનિલ’,

આંખ પર આકાશને તોળ્યા કર્યું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સંપાદક : ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1996