રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી!
વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી!
રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી!
હું ઈન્તજારમાં ને તમે હો વિચારમાં,
એ પણ છે શરૂઆત, કૈં આખર-પ્રલય નથી!
એવું નથી કે એળે ગઈ મારી ઝંખના
એવું નથી કે સાવ તમારે હૃદય નથી!
tamne samay nathi ane maro samay nathi;
kone kahyun ke aapni wachche prnay nathi!
wisri jawun e wat mara hath bahar chhe,
ne yaad rakhawun e tamaro wishay nathi!
roki rahi chhe tamne tamari sharam, ane
mara siway mare bijo koi bhay nathi!
hun intjarman ne tame ho wicharman,
e pan chhe sharuat, kain akhar prlay nathi!
ewun nathi ke ele gai mari jhankhna
ewun nathi ke saw tamare hriday nathi!
tamne samay nathi ane maro samay nathi;
kone kahyun ke aapni wachche prnay nathi!
wisri jawun e wat mara hath bahar chhe,
ne yaad rakhawun e tamaro wishay nathi!
roki rahi chhe tamne tamari sharam, ane
mara siway mare bijo koi bhay nathi!
hun intjarman ne tame ho wicharman,
e pan chhe sharuat, kain akhar prlay nathi!
ewun nathi ke ele gai mari jhankhna
ewun nathi ke saw tamare hriday nathi!
સ્રોત
- પુસ્તક : કે નદી વચ્ચે છીએ? (પૃષ્ઠ ક્રમાંક 75)
- સર્જક : બાપુભાઈ ગઢવી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2003