suni paDeli sanjne aawi sajaw tun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૂની પડેલી સાંજને આવી સજાવ તું

suni paDeli sanjne aawi sajaw tun

અંકિત ત્રિવેદી અંકિત ત્રિવેદી
સૂની પડેલી સાંજને આવી સજાવ તું
અંકિત ત્રિવેદી

સૂની પડેલી સાંજને આવી સજાવ તું,

ખાલી થયેલી વાવમાં પાણી નખાવ તું.

જો શક્ય હો તો આંખની સામે આવ તું,

શાને કરે છે આંખમાંથી આવજાવ તું?

હું પણ હજુયે યાદ છું વાત કર કબૂલ,

નહિતર મારી વાતને ખોટી પડાવ તું!

પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં,

હોડી અમારી જ્યાં ડૂબેલી તળાવ તું,

સપનું જે મને રાતે જગાડતું

કંઈ પણ કરીને આજ તો પાછું વળાવ તું.

સ્રોત

  • પુસ્તક : ગઝલપૂર્વક (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2007