રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને!
સાથ આપો કે ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.
સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો;
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.
લ્યો કહો-સુખ આપનારાં કેટલાં ઓછા હશે?
એ જ લોકો યાદ છે જેણે હસાવ્યો છે મને.
હોત દરિયો તો હું તરવાની ય તક પામી શકત,
શું કરું કે ઝાંઝવાંઓએ ડુબાવ્યો છે મને.
કાંઈ નહોતું એ છતાં સૌએ મને લૂંટી ગયા,
કાંઈ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.
એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.
તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઈ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.
છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.
o hrday, ten pan bhala kewo phasawyo chhe mane?
je nathi maran banyan, eno banawyo chhe mane!
sath aapo ke na aapo e khushi chhe aapni,
apno upkar, marag to batawyo chhe mane
saw sahelun chhe, tame pan e rite bhuli shako;
ke tamara premman mein to bhulawyo chhe mane
lyo kaho sukh apnaran ketlan ochha hashe?
e ja loko yaad chhe jene hasawyo chhe mane
hot dariyo to hun tarwani ya tak pami shakat,
shun karun ke jhanjhwanoe Dubawyo chhe mane
kani nahotun e chhatan saue mane lunti gaya,
kani nahotun etle mein pan luntawyo chhe mane
e badhannan nam dai mare nathi thawun kharab,
saran saran manwioe satawyo chhe mane
tap maro jirwi shaktan nathi e pan hwe,
lai hariphoni madad jene jalawyo chhe mane
chhe hwe e saune maro ghat ghaDwani phikar,
shuddh sona jem jeoe tapawyo chhe mane

સ્રોત
- પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2022