જીગર! શોધું ત્હને દર-દર, નજર તું આવશે ક્યારે?
લખ્યું બહુએ ત્હને દિલબર! નજર તું આવશે ક્યારે?
ત્હને હું ખેલતી દેખું, રસિલી પુષ્પક્યારીમાં;
ધરીને રૂપ કળિયોનું, નજર તું આવશે ક્યારે?
ધસી દરિયાવને તીરે, વહે વાયુ તણી લ્હેરો;
સમીરસર પર ચમન કરતી, નજર તું આવશે ક્યારે?
પ્રબળ દરિયાવનાં મોજાં, કુદે છે લ્હેરની સાથે;
નથી શું નૃત્ય એ ત્હારૂં? નજર તું આવશે ક્યારે?
જલદ આકાશ ભેદીને, ઝરે આફતાબનાં કિરણો;
રસેલી રોશનીથી એ, નજર તું આવશે ક્યારે?
પવનમાં ઝુલતી ડાળી, હશે ટીશી બની શાની?
હસાવી આંખની કીકી, નજર તું આવશે ક્યારે?
બગિચામાં બિછાવી છે, ખુદાએ ખુબસુરતી તે,
પ્રિયે! છાયા બધી સાથે, નજર તું આવશે ક્યારે?
દરે કર મ્હેં ત્હને મીઠી! સહુમાં સૌ રૂપે દીઠી;
નથી જુદી છતાં જુદી, નજર તું આવશે ક્યારે?
કહે કોઈ જામ જાદૂની, કહે કોઈ ઇશ્કની છાયા;
અમારી જન્મભૂમિમાં, નજર તું આવશે ક્યારે?
નથી ન્યારી-નથી ન્યારી! ભરી તું-તું-બધે પ્યારી!
જીગરની આંખ ખોલું ત્યાં, નજર તું આવશે ક્યારે?
મહામાયા પ્રતાપી છે, સકળ બ્રહ્માંડ વ્યાપી છે;
હૃદયવિણા પ્રલાપીને, નજર તું આવશે ક્યારે?
લબોથી લબ લગાવીને, હૃદય સાથે દબાવીને,
પ્રણયમંત્રો જગાવીને, નજર તું આવશે ક્યારે?
jigar! shodhun thne dar dar, najar tun awshe kyare?
lakhyun bahue thne dilbar! najar tun awshe kyare?
thne hun khelti dekhun, rasili pushpakyariman;
dharine roop kaliyonun, najar tun awshe kyare?
dhasi dariyawne tere, wahe wayu tani lhero;
samirsar par chaman karti, najar tun awshe kyare?
prabal dariyawnan mojan, kude chhe lherni sathe;
nathi shun nritya e tharun? najar tun awshe kyare?
jalad akash bhedine, jhare aphtabnan kirno;
raseli roshnithi e, najar tun awshe kyare?
pawanman jhulti Dali, hashe tishi bani shani?
hasawi ankhni kiki, najar tun awshe kyare?
bagichaman bichhawi chhe, khudaye khubasurti te,
priye! chhaya badhi sathe, najar tun awshe kyare?
dare kar mhen thne mithi! sahuman sau rupe dithi;
nathi judi chhatan judi, najar tun awshe kyare?
kahe koi jam jaduni, kahe koi ishkni chhaya;
amari janmbhumiman, najar tun awshe kyare?
nathi nyari nathi nyari! bhari tun tun badhe pyari!
jigarni aankh kholun tyan, najar tun awshe kyare?
mahamaya pratapi chhe, sakal brahmanD wyapi chhe;
hridayawina prlapine, najar tun awshe kyare?
labothi lab lagawine, hriday sathe dabawine,
pranaymantro jagawine, najar tun awshe kyare?

સ્રોત
- પુસ્તક : વસંત-વિહાર (પૃષ્ઠ ક્રમાંક 98)
- સર્જક : વસનજી દયાળજી ગણાત્રા
- પ્રકાશક : હરિભાઈ દલપતરામ પટેલ
- વર્ષ : 1922
- આવૃત્તિ : બીજી આવૃત્તિ