રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઈ પહોંચ્યા?
ન જાણે નાવ ક્યાં પહોંચી, કિનારા ક્યાં જઈ પહોંચ્યા!
વરાળો થઈ તજ્યો સાગર ને વરસી જઈ બન્યાં ઝરણાં,
જીવન મીઠું બના'વા નીર ખારાં ક્યાં જઈ પહોંચ્યા!
ઉલેચ્યાં રૂપ કિરણોએ કોઈ અંતરનાં અંધારાં,
રવિકરણોથી પણ આગળ જનારા ક્યાં જઈ પહોંચ્યા!
ખિલાવી ઉરકળી યુગયુગને મહેકાવી ગયું કોઈ,
જીવન-ખુશબૂ લઈને આવનારા ક્યાં જઈ પહોંચ્યા!
વસંતે લાલિમા વ્યાપી ગઈ મઘમધતાં ફૂલો પર,
અધર પરથી કસુંબલ રંગ તારા ક્યાં જઈ પહોંચ્યા?
ખરી જાવું પડ્યું સુંદર ગગન છોડી સિતારાને,
તમારી આંખના મોઘમ ઇશારા ક્યાં જઈ પહોંચ્યા?
ઉષાની આંખમાં સૂરજ ઊગીને તરવર્યો ‘સાકિન’!
પ્રણય-સાગરમાં સાંજે ડૂબનારા ક્યાં જઈ પહોંચ્યા!
parasparthi wikhuta thai janara kyan jai pahonchya?
na jane naw kyan pahonchi, kinara kyan jai pahonchya!
waralo thai tajyo sagar ne warsi jai banyan jharnan,
jiwan mithun banawa neer kharan kyan jai pahonchya!
ulechyan roop kirnoe koi antarnan andharan,
rawikarnothi pan aagal janara kyan jai pahonchya!
khilawi urakli yugayugne mahekawi gayun koi,
jiwan khushbu laine awnara kyan jai pahonchya!
wasante lalima wyapi gai maghamadhtan phulo par,
adhar parthi kasumbal rang tara kyan jai pahonchya?
khari jawun paDyun sundar gagan chhoDi sitarane,
tamari ankhna mogham ishara kyan jai pahonchya?
ushani ankhman suraj ugine tarwaryo ‘sakin’!
prnay sagarman sanje Dubnara kyan jai pahonchya!

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 238)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4